Thursday, 06 May 2021

ગરવી ગુજરાતની અમર ઐતિહાસિક ગાથાને વાગોળતું ગીત "સોરઠની અમીરાત" સોંગ ને લોકો એ ખૂબ આવકાર્યું..

09-04-2021
178

ગરવી ગુજરાતની અમર ઐતિહાસિક ગાથાને વાગોળતું ગીત "સોરઠની અમીરાત" સોંગ ને લોકો એ ખૂબ આવકાર્યું..

✒️વિશ્વ આખાની વિરાસત એટલે ભારતની પાવન ભૂમિ અને આખાં ભારતને ગૌરવ  બક્ષતું એટલે આપણું ગરવું ગુજરાત... આ એ ગુજરાત છે જ્યાં મહાત્મા ગાંધી,સરદાર પટેલ જેવી મહાન વિભૂતિ સમાન રત્નો આપ્યાં છે અને ગુજરાતના ઘણાબધા પ્રદેશોની વિવિધતા ભરેલી સંસ્કૃતિ અને સંસ્કારિકતાએ ગુજરાતને ગૌરવશાળી બનાવ્યું છે....એ વિવિધ પ્રદેશો પૈકીનો એક પ્રદેશ એટલે સૌરાષ્ટ્ર એટલે કે આપણે જેને તળપદી બોલીમાં "હોરઠ"ના હુલામણા નામથી ઓળખીએ છીએ આ સોરઠ ધરણી એટલે સંતો,મહંતો,ત્યાગીઓ,જતી અને સતીઓ તેમજ વટ,વચન અને આશરા ધર્મને માટે પ્રાણની આહુતિ આપવામાં પણ ક્યારેય પાછી પાની નથી કરી સાથે સાથે ધર્મ અને ધર્મચરણ એ સોરઠની આગવી વિશેષતા છે આપણો ઇતિહાસ એની સાક્ષી પૂરે છે કે સોરઠ પ્રદેશના અઢારે વરણ પોતાનાં કર્તવ્ય પરાયણ અને નિષ્ઠા માટે જાણીતું છે....પણ સમયના વહેતા પ્રવાહની સાથે સાથે સૌરાષ્ટ્રના આવા મહાન અને અમર ઇતિહાસને સમયનો જાણે કે કાંટ લાગતો જતો હોય તેવું ક્યારેક લાગે છે અને આપણે આપણા આ ભવ્ય વારસાને નજરઅંદાજ કરી રહ્યા છીએ એવું ક્યારેક ભાસે છે...આપણાં સૌરાષ્ટ્રના આવા અમર વારસાને અને ભવ્ય ભૂતકાળને શબ્દો દ્વારા આ ગીતમાં વાગોળવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે અને આ ગીતનું શીર્ષક "સોરઠની અમીરાત" એટલા માટે પસંદ કર્યું છે કે આ અમર ઇતિહાસ સાચા અર્થમાં અમૃત સમાન છે.

✒️ ગુજરાતના લોકસંગીતમાં જેની આગવી શૈલી અને સૂરના પારખું અને જેના કંઠમાં જાણે માં શારદા સાક્ષાત બિરાજમાન એવા અને "ભૈરવી રાગ"માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી અને સંગીત અને ગાયન ક્ષેત્રે મોટું નામ છે અને જેની ઉંમર નાની અને ગાયકીમાં મોટી પ્રસિદ્ધિ મેળવી છે તેવા ડૉ.હેમંતભાઈ જોશીએ આ ગીતને સ્વર અને મ્યુઝિક ડિરેક્શન તેમણે કર્યું છે. અને આ ગીતનું શબ્દાંકન  મણિયાર (મેણસીભાઈ વાઢેર) દ્વારા કરવામાં આવ્યું છે જેઓ હાલ બી.એડ.કોલેજમાં ગુજરાતી વિષયના વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવે છે.પ્રોડક્શન મેનેજર તરીકે રમેશભાઇ બાંભણિયા  અને આ ગીતની વિડિઓગ્રાફી(શુટીંગ) ધ્રુવી વિડિઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે અને "આપણું ગીરસોમનાથ"યુ ટ્યુબચેનલના માધ્યમથી રજૂ થવા જઈ રહ્યું છે...આપણે આ ગીતને જોઈ અને આપણાં સોરઠના ઇતિહાસને વાગોળી અને આપણા ભવ્ય વારસાને એક પેઢીથી બીજી પેઢી સુધી પહોંચાડીએ..

  • Social Share :