Thursday, 06 May 2021

પ્રાંચી તીર્થ

19-01-2021
40

"પ્રાચી"એ શબ્દનો શબ્દકકોશ પ્રમાણે અર્થ થાય છે "પૂર્વ"અહીં "મોક્ષપીપળા"બાજુમાં સરસ્વતી નામની પવિત્ર નદી વહે છે જે "પૂર્વ"દિશામાં વહે છે અને ભગવાન મધવરાયજી સરસ્વતી નદીમાં બિરાજમાન છે આ સ્થળ પિતૃતર્પણ માટે ભારતભરમાં પ્રખ્યાત છે તેમજ ચૈત્ર મહિનો પિતૃતર્પણ માટે ઉત્તમ માનવામાં આવે છે અને ચૈત્ર મહિનામાં લોકો પિતૃઓના મોક્ષથે તર્પણ કરાવવા માટે અહીં આવે છે અને પુરોહિત બ્રાહ્મણો દ્વારા મોક્ષ કાર્ય શાસ્ત્રોક્ત વિધિથી કરાવવામાં આવે છે અને ચૈત્ર સુદ નોમ "રામનવમી"નો મોટો મેળો ભરાય છે અને એક માન્યતા પ્રમાણે સો વાર કાશી જવાનું જે પુણ્ય મળે છે તે પુણ્ય એકવાર પ્રાચીના પીપળે પાણી રેડવાથી પુણ્ય મળે છે માટે જ કહેવાય છે..."સો વાર કાશી એકવાર પ્રાચી"


  • Social Share :