Thursday, 06 May 2021

ભાલકાતીર્થ

19-01-2021
38

ગુજરાતને ગૌરવ અપાવનાર સ્થળ એટલે "ભાલકા તીર્થ" આ સ્થળ પણ ભગવાન શ્રીકૃષ્ણના જીવન સાથે જોડાયેલ છે...ભગવાન કૃષ્ણ છપ્પનકોટી યાદવોને પ્રભાસ ક્ષેત્રમાં લઈ આવ્યા અને પછી ભગવાન કૃષ્ણનો પણ "નિજધામ" જવાનો સમય થઈ ગયો હોય તેમ પોતે પીપળાના વૃક્ષની નીચે આરામ કરી રહ્યા હતા એ જ સમયે"ઝરા"નામના શિકારી ભીલને એવું લાગ્યું કે કોઈ "મૃગ"બેઠું છે અને તે તાકીને તિર મારે છે પરંતુ નજીકમાં આવીને જોતાં ઘણો પસ્તાવો કરે છે પરંતુ કૃષ્ણ તેને પૂર્વ જન્મની યાદ અપાવે છે કે ગત જન્મમાં મેં "રામાવતાર"માં તને માર્યો હતો ત્યારે તું સુગ્રીવબધું વાલી" હતો ત્યારે તે સવાલ પૂછ્યો હતો તેનો જવાબ આ જન્મમાં તને મળી ગયો છે માટે વ્યર્થ દુઃખી ન થઈશ આમ ભગવાન કૃષ્ણે કર્મનો ચોપડો ચોખ્ખો રાખ્યો...માટે જ તો કહેવાય છે કે "ભગવાન પણ કર્મના બન્ધનમાંથી નથી છૂટતો તો આપણે તો પામર મનુષ્યો છીએ...આ સ્થળ એટલે "ભાલકાતીર્થ" હજારો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર....


  • Social Share :